રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના મેમ્બરશીપ માટેના નિયમો
૧) દરેક મેમ્બરે ફોર્મમાં સંપૂર્ણ વિગત પોતાનો ફોટો, પ્રુફ અને નિયત કરેલી તારીખ સાથે ફોર્મ ભરી ફી જમા કરાવેલ હશે તો જ ફોર્મ માન્ય ગણાશે.
૨) વર્ષ 2021-22 ના મેમ્બરશિપ માટે ફોર્મ ભર્યા હશે જેમાંથી પ્રથમ પસંદગી જુના મેમ્બર અને ત્યારબાદ વહેલા તે પહેલા ના ધોરણે નવા મેમ્બરને પસંદગી કરવામાં આવશે.
૩) દરેક મેમ્બરે મીટીંગ કે પ્રોજેક્ટ દરમિયાન શાંતિ, શિસ્તતા, સભ્યતા અને સારી વર્તણૂક જાળવવાની રહેશે.
૪) દરેક મેમ્બરે મીટીંગ કે પ્રોજેક્ટમાં સમયસર હાજરી આપવાની રહેશે.
૫) દરેક મેમ્બરે મીટીંગ કે પ્રોજેક્ટમાં ક્લબ તરફથી મળેલ સૂચના મુજબ ડ્રેસકોડ માં આવવાનું રહેશે.
૬) ક્લબ દ્વારા યોજાતા પ્રોજેક્ટ કે મિટિંગમાં દરેકે મેમ્બર સિવાય અન્ય કોઈ સગા કે મિત્રોને પ્રેસિડેન્ટ કે સેક્રેટરી ની મંજૂરી વગર લાવી શકશે નહીં.
૭) ક્લબ દ્વારા યોજાતી ડિનર મીટમાં જેમણે સિંગલ મેમ્બર તરીકેના ફોર્મ ભરેલ હોય તે કપલમાં આવી શકશે નહીં.
૮) એક વખત મેમ્બરશીપ મંજુર થયા પછી કોઈ પણ સંજોગોમાં ફી પરત મળી શકશે નહીં.