નીચેના વિભાગો ધ્યાનપૂર્વક વાંચો અને ખાતરી કરો કે તમે બરાબર સમજ્યા છો અને નીચેના માટે સંમત છો:
ગ્રામ સાક્ષી કાર્યક્રમ એ પણ કૃષિ તરંગ દ્વારા ગુજરાતમાં કરવામાં આવી રહેલ સંશોધન અભ્યાસનો એક ભાગ છે. સંશોધન એટલે કશું નવું શીખવાનો / જાણવાનો રસ્તો અથવા કોઈક વિષય પર વધારે જાણવું. ગ્રામસાક્ષીમાં તમને આમંત્રણ આપવાનો એક અર્થ એ પણ છે કે અમે તમને તમારા વિસ્તારના જીવજંતુઓ અને રોગચાળા વિષેના સંશોધન અભ્યાસમાં આમંત્રણ આપી રહ્યા છીએ.
જો તમે ગ્રામ સાક્ષીમાં ભાગ લેવાનું પસંદ કરશો, તો તમારે જરૂરી સંપર્ક અંગેની માહિતી આપવાની રહેશે. જ્યારે તમે તમારે ત્યાંના ખેડૂતોને મદદરૂપ બની રહે એવી માહિતી આપવામાં સહભાગી બનશો ત્યારે અમે આ (તમારા સંપર્ક અંગેની) માહિતીનો ઉપયોગ તમને સૂચનો આપવા તેમજ આર્થિક ભથ્થું આપવામાં માટે જ કરીશું.
તમારા દ્વારા અમને આપવામાં આવેલ માહિતી ગુપ્ત રાખવામાં આવશે. અમે ભવિષ્યમાં તમને પ્રતિસાદ લેવા માટે સંપર્ક કરી શકીએ છીએ, અથવા ગ્રામ સાક્ષીના કૃષિતરંગમાં સહભાગી બની અને પૈસા કમાવાની તકો વિષે જાણકારી આપવા માટે કરી શકીએ છીએ.
ગ્રામ સાક્ષી તમારી પાસે પૈસા નથી માંગી રહ્યા. ગ્રામ સાક્ષી એ ફૂલ-ટાઈમ નોકરી નથી. ગ્રામ સાક્ષી તમને તમારા દ્વારા કરવામાં આવેલ એ દરેક કામનું ભથ્થું, જે તે કામ કરવા માટે લાગતા સમય તેમજ કામની જટીલતા ના આધાર ઉપર આપશે. કૃષિ તરંગનો ગ્રામ સાક્ષી કાર્યક્રમ એ ટ્રાયલ / પ્રયોગાત્મક છે. વળતરની શરતોમાં ફેરબદલ થઈ શકે છે.
ગ્રામ સાક્ષીમાં ભાગ લેવો એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. તમે ભાગ લેવા માટે સહમત થઈ શકો છો અને પછીથી ગમે ત્યારે છોડી શકો છો